ચબુતરો ગુજરાતી ફિલ્મ
આજના સમયની ગુજરાતી ફિલ્મો શાનદાર પ્રોડક્શન વેલ્યુની સાથે કન્ટેન્ટની દ્રષ્ટિએ પણ ઉડીને આંખે વળગે તેમ છે. શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘ચબુતરો’એ આ વાતને સાચી ઠેરવે છે. રૌનક કામદાર અને અંજલિ બારોટ અભિનીત ‘ચબુતરો’નું શૂટિંગ અમેરિકા તેમજ અમદાવાદમાં કરવામાં આવ્યું છે. એક હલકી-ફૂલકી પારિવારિક ફિલ્મનો મેસેજ કોઈપણ વ્યક્તિને સ્પર્શી જાય તેમ છે.
ચાણક્ય પટેલ દ્વારા લિખિત અને નિર્દેશિત ફિલ્મ ‘ચબુતરો’ની વાર્તા ફિલ્મના ટાઈટલને સાર્થક છે. કરિયર બનાવવા અમેરિકા પહોંચેલા યુવકને જયારે ના છૂટકે અમદાવાદ પાછા આવવું પડે છે ત્યારે તેના મનોમંથનની સાથે તેની આસપાસ સર્જાતી વિવિધ ઘટનાને સુંદર રીતે ફિલ્મમાં વણી લેવામાં આવી છે. અમેરિકા પરત ફરવાની આશા પર પાણી ફરી વળતાં પેશનને ફોલો કરીને ફૂડ સ્ટોલ શરુ કરે છે અને ત્યારે પિતા-પુત્ર વચ્ચે ગજગ્રાહ સર્જાય છે. પિતાના પુત્ર માટેના વ્હાલ અને લાગણીને સુંદર રીતે ફિલ્મ દ્વારા રજૂ કરવામાં ડિરેક્ટર સફળ રહ્યા છે.
ચબુતરો ગુજરાતી ફિલ્મ જોવા માટે અહિંયા ક્લીક કરો
ફિલ્મની અભિનેત્રી અંજલિ બારોટની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. આ પહેલા તે બહુ વખણાયેલી વેબ સિરીઝ ‘સ્કેમ 1992’માં પ્રતિક ગાંધી સાથે નજર આવી હતી. અંજલિએ ફિલ્મની રિલીઝ પર કહ્યું હતું કે, ઓટીટી પર તમે સૌએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. મને આશા છે કે, મારી આ પહેલી ગુજરાતી ફિલ્મને તમે સ્વીકારશો અને અમારી મહેનત લેખે લાગશે. ‘ચબુતરો’ ફિલ્મમાં અમદાવાદની પોળ, હેરિટેજ અને સંસ્કૃતિની સાથે આપણા આગવા શહેર અમદાવાદને જોવાનો અનોખો લ્હાવો છે. આપણા અદભુત અને ઉત્કૃષ્ટ વારસાને સાચવવા માટે ફિલ્મમાં દર્શાવેલ પ્રયત્ન દર્શકોને વિચાર કરતાં કરી મૂકે છે
Comments
Post a Comment