ગુજરાતી ફિલ્મ - ફક્ત મહિલાઓ માટે
એક મજેદાર ગુજરાતી ફિલ્મ - ફક્ત મહિલાઓ માટે
ફક્ત મહિલાઓ માટે: ઘરની સ્ત્રીઓ વચ્ચે ફસાઈ ગયેલો બિચારો પુરુષ, અમિતાભ બચ્ચનની પહેલી ગુજરાતી ફિલ્મ જોઈ મોજ પડી જશે.
દરેક પુરુષોના મનમાં સ્ત્રીઓ માટે હંમેશાં એક જ વિચાર આવતો હોય છે કે સ્ત્રીઓનાં મનમાં આખરે ચાલતું શું હોય છે અને તેમની ઈચ્છઓને આખરે પૂરી કઈ રીતે કરી શકાય? એમાં પણ જો કોઈ પુરુષને મહિલાઓનાં મનમાં શું ચાલે છે, એ જાણવાનો સુપર પાવર મળી જાય તો પુરુષ એને કઈ રીતે વાપરે છે, આ વાત હાલમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે'માં બતાવવામાં આવી છે.
ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે દર્શકોને ખડખડાટ હસાવવા છે. અત્યાર સુધી અમિતાભ બચ્ચચને માત્ર આપણે ખુશ્બુ ગુજરાત કી કહીને ગુજરાતના પ્રવાસનને વેગ આપતા જોતા હતા. હવે બોલિવૂડના મહાનાયક ગુજરાતી ફિલ્મમાં ફ્કત મહિલાઓ માટેમાં (Fakt Mahilao Mate )પણ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 19 ઓગસ્ટે રીલીઝ થઈ રહી છે. આ સાથે જ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે. આનંદ પંડિતના પ્રોડક્શન હેઠળ બની ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટેમાં અમિતાભ બચ્ચન એક્ટિંગ કરતા જોવા મળશે. પ્રોડ્યુસરે જણાવ્યું કે, ફક્ત મહિલાઓ માટે ફિલ્મનો આઈડિયા સાંભળીને અમિતાભ બચ્ચને કહ્યું કે હું આ ફિલ્મમાં કામ કરીશ. તેઓ મારામાં વિશ્વાસ રાખ્યો. અમિતાભ બચ્ચને એમના 50 વર્ષના લાંબા કરિયરમાં પહેલી વખત એક ગુજરાતી ફિલ્મ કરી છે.
---------------------------
Comments
Post a Comment